ટંકારામા જુગારની મજા માણતા છ જુગારી ઝડપાયા

- text


ટંકારા : ટંકારા આસુંન્દ્રી નદીના કાંઠે વાડી નજીક ખરાબામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી છ જુગારીઓને રોકડા રૂપિયા 30,190 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા આંસુન્દ્રી નદીના કાંઠે આવેલ વાડી નજીક ખરાબાની જગ્યામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા હીરાલાલ ભગવાનજીભાઇ ભાલોડીયા, મનોજભાઇ પ્રાગજીભાઇ ફેફર, અરજણભાઇ રામજીભાઇ કગથરા, રામભાઇ નારણભાઇ ભાણ અને પ્રતાપસિંહ અમરસિંહ જાડેજા નામના જુગારીઓને રોકડા રૂપિયા 30,190 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text