ટંકારાના જબલપુરની પ્રાથમિક શાળાને સ્માર્ટ ટીવી અને બાંકડાની ભેટ

- text


ટંકારાઃ જબલપુર પ્રાથમિક શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ બાલુભાઈ પટેલ દ્વારા 55 ઇંચનું સ્માર્ટ ટીવી શાળાને ભેટ આપવામાં આવ્યું છે. તેમજ શાળાના દાતાઓ તરફથી વિદ્યાર્થીઓને બેસવા માટે 8 બાકડા અને વિનુભાઈ ગાંડુભાઈ વેકરીયા(ગોંડલ વાળા) તરફથી 2 બાકડા શાળાને ભેટમાં આપવામાં આવ્યા છે. આ તકે શાળા પરિવાર તરફથી જીતુભાઇ બાલુભાઈ પટેલ, વિનુભાઈ વેકરીયા અને શાળાના દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text