ધર્મ વગર અલૌકિક સુખની પ્રાપ્તિ ન થઇ શકે : જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી 

- text


દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ ટંકારાના ધ્રુવનગર ખાતે રાજવી પરિવારના આંગણે પધાર્યા 

ટંકારા : દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વસદાનંદ સરસ્વતીજી મહારાજ ટંકારાના ધ્રુવનગર ખાતે રાજવી પરિવારના આંગણે મહેમાન બન્યા હતા આ તકે તેઓએ દર્શનાર્થીઓને આશીર્વાદ આપી સનાતન ધર્મ અંગે મહત્વપૂર્ણ વાત જણાવી ધર્મ વગર અલૌકિક સુખની પ્રાપ્તિ ન થઇ શકે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.

- text

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી ટંકારાના ધ્રુવનગર ખાતે રાજવી ધ્રુવકુમારસિંહના આંગણે મહેમાન બન્યા હતા આ તકે તેમને આશિર્વચનો પાઠવતા જણાવ્યું હતું કે શંકરાચાર્યના પદ લોકોને ધર્મના માર્ગે ચલાવવાનું કાર્ય કરે છે. મનુષ્ય કર્મ તો કરે જ છે પણ જોસાથે ધર્મ જોડાય તો અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. ધર્મ વિના ભૌતિક સુખ મળી જાય છે પરંતુ પારલૌકિક સુખ પ્રાપ્તિ શક્ય ન હોવાનું જણાવી ધ્રુવનગર સાથે શંકરાચાર્યનો વર્ષો જૂનો સંબંધ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

 

- text