મોરબીના ટીબંડીના પાટિયે ટ્રાફિકજામથી લોકો પરેશન

- text


એકથી દોઢ કિમિ સુધી વાહનોની લાઈનો લાગી, આડેધડ વાહન પાર્કથી કલાકો સુધી ખોરવાયો વાહન વ્યવહાર

મોરબી : મોરબીના ટીબંડીના પાટિયા પાસે આજે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં એકથી દોઢ કિમિ સુધી વાહનોની લાઈનો લાગી હોવાથી લોકો ભારે પરેશાન થયા હતા. જો કે આડેધડ વાહન પાર્કથી કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હોવાનું જાણવા મળે છે.

મોરબીના ટીબંડીના પાટિયા પાસે આજે ટ્રાફિકજામ થતા રોડની બન્ને સાઈડ એકથી દોઢ કિમિ સુધી વાહનોની લાઈનો લાગતા એકપણ વાહન ન નીકળી શકે તે હદે ટ્રાફિકજામ થયો હતો. જો કે આ ટ્રાફીકજામ થવાનું કારણ એ છે કે, બન્ને સાઈડ આડેધડ વાહનો પાર્ક કરાતા તેમજ અણઘડ રીતે વાહન વ્યવહાર ચાલતા આ સમસ્યા ઉદભવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text