દશેરાએ ટંકારાના ગાયત્રીનગરમાં રામ-રાવણ વચ્ચે ભિષણ યુદ્ધ

- text


ગરબી મંડળના કાર્યક્રમમાં રાવણવધ કરી દશાનનના વિશાળ પુતળાનું દહન 

ટંકારા : ટંકારાના ગાયત્રી નગર સોસાયટીની ગરબીમા ગઈકાલે રામ-રાવણનુ ભિષણ યુદ્ધ ખેલાયું હતું જેમાં રાવણવધ બાદ દશાનનના વિશાળ પુતળાનું દહન સાથે લોકોએ પોતાની ભીતરમાં રહેલા દુર્ગુણોનો દહન કરવાના સંકલ્પ લીધા હતા.

ટંકારા શહેરના ભાગોળે આવેલ ગાયત્રી નગર સોસાયટી ખાતે પાટીદાર સમાજ દ્વારા ભવ્યતાથી ભવ્ય પ્રાચીન ગરબા ગાઈ નોરતામા માં શક્તિની આરાધના કરવામાં આવે છે. ટંકારા શહેરની દશેરાના દિવસે એક માત્ર એવી ગરબી છે જયાં રાવણ દહન કરવામાં આવે છે. જેને જોવા પંથકના લોકો અહી ઉમટી પડે છે. આ વર્ષે પણ નવરાત્રી પછી દશેરા નિમિતે રામ રાવણનુ ભિષણ યુદ્ધ થયું હતું અને લંકાપતિનુ દહન કરવા બોલી લગાવી હતી. બોલીના અંતે રૂપિયા 6666ની બોલી લગાવી જગદીશ દામજીભાઈ લો ( જે. ડી એ) દહનનો ચડાવો કરી દશાનનનુ દહન કર્યુ હતું. આ ઉપરાંત લોકોએ પણ પોતાના ભીતરમાં રહેલા દુર્ગુણોનું દહન કરવાના સંકલ્પ લીધા હતા.

- text

- text