હળવદના નવા ઈશનપુર ગામના વોકણામા કાર તણાઈ : ત્રણ લોકોને બચાવી લેવાયા

- text


ગામમાં દર્દી લેવા ગયેલ 108 પણ ફસાઈ

હળવદ : હળવદમાં આજે પડેલા ભારે વરસાદને કારણે હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે જવાના રોડ પર આવતા વોકરામાં વધુ પાણી આવવાને કારણે એક કાર તણાઈ હતી જોકે સદનસીબે કારમાં સવાર ત્રણ વ્યક્તિ બચી ગયા છે બીજી તરફ આજ ગામમાં દર્દી લેવા આવેલ 108 પણ વોકરામાં વધુ પાણી આવી જવાના કારણે ફસાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

હળવદમાં આજે મોડી સાંજે પડેલા વરસાદના કારણે મોટાભાગના નદી નાળાઓમાં પાણી વહેતા થઈ ગયા હતા તેવામાં આજે 10:00 વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા શામજીભાઈ ભીખાભાઈ દલવાડી ના ઘેર ચોટીલા થી મહેમાન આવ્યા હોય અને તેઓ પરત ચોટીલા જવા માટે કહેતા વરસાદ પણ ચાલુ હતો જેથી શામજીભાઈએ આ મહેમાનને તેઓની કારમાં વોકરો ટપાડવા માટે ગયા હતા તેવામાં ગામની શાળા પાસેના વોકરામાં કાર તણાતા કારમાં સવાર ત્રણેય લોકો મહામહેનતે જીવ બચાવી બહાર નીકળી ગયા હતા.જેથી મોટી દુર્ઘટના ટળી છે

બીજી તરફ નવા ઇસનપુર ગામમાં શ્વાસના દર્દીને સારવાર માટે લેવા આવેલ 108 પણ વોકરામાં વધુ પાણી આવી જવાના કારણે ફસાઈ હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે.

- text

- text