હળવદમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ, મોરબીમાં 4 મીમી

- text


મોરબી : આજે સાંજથી વાતાવરણમાં આવેલા પલટા બાદ સમગ્ર મોરબી જિલ્લાના વરસાદી માહોલ બંધાયો હતો. ખાસ કરીને રાત્રીના આઠથી દસ દરમિયાન હળવદમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી બે કલાકના સમયગાળામાં બે ઈંચ હેત વરસાવ્યું હતું સાથે જ મોરબીમાં આ સમયગાળામાં છાટા સ્વરૂપે માત્ર 4 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ટંકારા, વાંકાનેર અને માળીયામાં વરસાદ ન હોવાનું ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા જણાવી રહ્યા છે.

- text

- text