મોરબી આર.ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થિનીઓને ઔદ્યોગિક મુલાકાત કરાવાઈ

- text


કચ્છમાં અદાણી પોર્ટ અને પારલે-જી કંપનીની મુલાકાત લઈ માહિતી મેળવી

મોરબી : મોરબીની આર. ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ઔધોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઔદ્યોગિક મુલાકાતમાં T. Y. B. Comની વિધાર્થિનીઓને મુન્દ્રા (કચ્છ) સ્થિત અદાણી પોર્ટ (સ્પેશીયલ ઈકોનોમીક ઝોન)ની તથા ભુજ સ્થિત પારલે- જી પ્રાઇવેટ લિમીટેડની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી. ઔધોગિક મુલાકાતમાં પોર્ટ પર થતી દરિયાઈ વાણિજ્યક અને બિનવાણિજ્યક પ્રવૃત્તીઓ જેવી કે જહાજને લાંગરવા માટેની જેટ્ટી(દરીયાઈ પુલ), જહાજમાં માલસામાન ભરવા અને ખાલી કરવા માટેની અદ્યતન અને વિશાળકાય ક્રેઈનો, જહાજનાં સ્વાગત અને લાંગરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું નાનું જહાજ એટલે કે ટગ, ખુલ્લા અને બંધબોડીના વિશાળકાય ગોડાઉનો, SEZ વિશેની બારીકાઈપુર્વક માહિતી પોર્ટ મેનેજર દ્રારા પુરી પાડવામાં આવી હતી અને આવી અનેરી માહિતી જાણીને વિધાર્થિનીઓ પણ ખુશ થઈ હતી.

આ ઉપરાંત પારલે- જી કંપનીમાં થતી વિવિધ કંપનીલક્ષી પ્રવૃતિઓ જેવી કે સંચાલનમાં ઉપયોગમાં આવતી 5’Sની પધ્ધતિ અને કંપનીની ઉત્પાદન પક્રિયામાં સ્વચ્છત્તા વિષેની સચોટ અને ઝિણવટભરી માહિતી પુરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બિસ્કિટ બનાવવા માટે કાચા માલસામાનનું મિશ્રણ, પરિક્ષણ, મોલ્ડીંગ(ઘાટ), બેકિંગ(ઓવેન), કુલીંગ, પેકિંગ, વગેરે માહિતી પુરી પાડવામાં આવી હતી અને સાથોસાથ બધા વિધાર્થિનીઓને બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા.

- text

મુલાકાતના અંતમાં ભુજ તાલુકાના ભૂજોડી ગામમાં આવેલ વંદેમાતરમ્ મેમોરિયલ (હીરાલક્ષ્મી ક્રાફટમાર્કેટ)ની પણ મુલાકાત લઇ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, કચ્છી ભરતકામ, કચ્છી વસ્ત્રપરિધાન અને લાઈટિંગ એન્ડ સાઉન્ડ શો વગેરે નિહાળ્યો હતો.

આ ઔદ્યોગિક મુલાકાતમાં મોરબી એસ.ટી. ડેપો દ્વારા બસની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેથી કોલેજ દ્વારા આ તકે મોરબી એસ.ટી. વિભાગનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

આ ઔધોગિક મુલાકાતના સુંદર આયોજન માટે મહાવિધાલયના વિભાગાધ્યક્ષ મયુરભાઈ હાલપરા તથા સહઅધ્યાપક મિત્રો ચંદ્રેશભાઈ પરમાર, વંદનાબેન, સ્નેહાબેન, સોનલબેન, રુત્વીબેન, કેતનભાઈ બકરાણિયા, હાર્દિકભાઈ દલસાણીયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી ઇન્ડસ્ટ્રીયલ મુલાકાતને આનંદદાયક બનાવી હતી.

- text