મોરબીમાં રજવાડી ઠાઠ સાથે ભાગવત કથાની ભવ્ય ભવ્ય પોથીયાત્રા નીકળી

- text


પૂર્વ ધારાસભ્ય આયોજિત રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનો આવતીકાલથી પ્રારંભ 

ઘોડા, બગી, કાર, બાઈક, બસ સહિતના વાહનોનો વિશાળ કાફલા સાથે અંદાજીત બે કિમિ લાંબી પોથીયાત્રામાં હજારો લોકો જોડતા ઇતિહાસ રચાયો, દરેક જ્ઞાતિ સમુદાય દ્વારા ઠેરઠેર પોથીયાત્રાનું સ્વાગત કરાયું

મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજિત કારોનામાં મૃત્યુ પામેલા દિવગતોના મોક્ષાર્થે જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાની આવતીકાલથી શરૂ થનાર ભાગવત કથાના પ્રારંભે આજે મોરબી ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવી મોટી અને રજવાડી ઠાઠ-માઠ સાથે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જેમાં અસંખ્ય ઘોડા, બગી, કાર, બાઈક, બસ સહિતના વાહનોનો વિશાળ કાફલા સાથે અંદાજીત બે કિમિ લાંબી પોથીયાત્રામાં હજારો લોકો જોડતા ઇતિહાસ રચાયો હતો. તેમજ દરેક જ્ઞાતિ સમુદાય દ્વારા ઠેરઠેર પોથીયાત્રાનું સ્વાગત કરાયું હતું.

મોરબીના ઉમાટાઉનશિપ ખાતેથી આજે અસંખ્ય શણગાર કરેલા ઘોડામાં લોકો કેસરી સાફા સાથે તેમજ અનેક અદભુત રીતે સજાવેલી બગીઓમાં સાધુ સંતો, તેમજ બાઈક અને કાર તેમજ બસ સહિતના વાહનોના વિશાળ રસાલા સાથે ઐતિહાસિક કહી શકાય તેવી પોથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં ભાગવત કથાના આયોજક પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ તેમનો પરિવાર અને સાધુ સંતો તેમજ રાજકીય, સામાજિક સહિત દરેક ક્ષેત્રેના આગેવાનો, મોટાભાગના ગામના અગ્રણીઓ, આકર્ષક ફ્લોટ સાથેના આ અનેક ટ્રેક્ટરોનો કાફલો તેમજ દરેક સમાજના લોકો સાફા સાથે પોથીયાત્રામાં જોડાયા હતા.

મોરબીમાં અત્યાર સુધીની યોજાયેલી તમામ કથા કરતા આ ભવ્યાતિભવ્ય કહી શકાય તેટલી લાંબી પોથયાત્રા હતી. મુખ્યમાગો ઉપર પોથયાત્રા નીકળતા અદભુત નઝારો સર્જાયો હતો. ઠેરઠેર દરેક જ્ઞાતિના લોકો દ્વારા પોથયાત્રા અને કાંતિભાઈનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. વિશાળ રસાલા સાથે પોથયાત્રા મુખ્યમાર્ગો પર ફરી કથા સ્થળ શનાળા પટેલ સમાજ વાડી ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કારોનામાં મૃત્યુ પામેલા દિવગતોના મોક્ષાર્થે જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાની ભવ્ય ભાગવત કથા આવતીકાલથી શનાળા ચોકડી ખાતે આવેલ પટેલ સમાજ વાડીમાં શરૂ થશે. ખાસ કરી તમામ જ્ઞાતિના કોરોના દિવંગતોની સ્મૃતિમાં આ ભાગવત કથા યોજનાર હોવાથી વધુને વધુ લોકો લાભ લે તે માટે કથા સ્થળે 40 હજારથી વધુ લોકો બેસી શકે તેવો ભવ્ય સામીયાણો તૈયાર કરવામાં આવ્યો છે કોરોના દિવગતોના અંદાજીત 500 ફોટા ઉપરાંત મોરબી માટે યોગદાન આપનાર ઓ.આર.પટેલ જેવા ભામાશાની અલગ ગલેરી રાખીને તેમના પરિવારજનો બોલાવી શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

રમેશભાઈની કથા કાલથીસવારે 9-30થી બપોરે 1 વાગ્યા સુધી શરૂ થયા બાદ તા.12ની રાત્રે હરીદર્શન સ્વામીની મોટિવેશન સ્પીચ સાંભળવા મળશે. ઉપરાંત તા.14ના રોજ રાત્રે યોગેશ ગઢવી, માયાભાઈ આહીર સહિતના કલાકારોનો લોકડાયરો, તા.16ના રોજ જ્ઞાનોસ્તવ સ્વામીની મોટિવેશન સ્પીચ, તા.17ના રોજ રાત્રે બ્રિજરાજ ગઢવી, પૂનમબેન ગોંડલીયા, સાંકળદાન ગઢવી સહિતના કલાકારોનો લોકડાયરો યોજાશે. કથા હોય એટલે ભજન અને ભોજન તો હોય જ. આથી દદરોજ કથા પુરી થાય ત્યારબાદ ભાવિકો માટે જેમાં સ્ત્રી અને પુરૂષો માટે મહાપ્રસાદની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

- text