મોરબી યુવા ઉત્સવમાં ચિત્રકલા સ્પર્ધામાં એમ.પી.પટેલ બી.એડ. કોલેજની વિદ્યાર્થિની પ્રથમ નંબરે

- text


મોરબી : મોરબી જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ-2022માં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જેમાં ચિત્રકલાની સ્પર્ધામાં એમ.પી. પટેલ બી.એડ. કોલેજ જોધપુર (નદી)ની વિદ્યાર્થિનીએ પ્રથમ નંબર મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું છે.

નાલંદા વિદ્યાલય વિરપર, ટંકારા ખાતે મોરબી જિલ્લા કક્ષા યુવા ઉત્સવ- 2022 અંતર્ગત ચિત્રકલા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્ત્રી ભૃણ હત્યા વિષય પર યોજાયેલી આ સ્પર્ધામાં એમ.પી. પટેલ બી.એડ. કોલેજ જોધપુર (નદી)ની વિદ્યાર્થિની અમૃતિયા માનસી હસમુખભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

- text