મોરબી નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓનો NEETના પરીણામમાં ડંકો

- text


NEETની પરીક્ષામાં 3 વિદ્યાર્થીઓએ 590થી વધુ માર્કસ મેળવ્યા 

મોરબી : નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ NEET-2022ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ 590થી વધુ માર્કસ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.
મોરબી નવયુગ સાયન્સ સ્કૂલ દ્વારા વર્ષ 2022માં સાયન્સની બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ 3 A1 ગ્રેડ વિદ્યાર્થીઓ આપ્યા બાદ, JEEની પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ રહી હતી અને  NEETની પરીક્ષામાં પણ નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે.
NEETની પરીક્ષામાં 720 માર્કસમાંથી 590થી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ જેમાં કલોલા વિશ્વાસ કે. 633 માર્કસ, કુંડારિયા વિમલ એમ. 598 માર્કસ તેમજ કડીવાર કેવીન એ. 594 માર્કસ મેળવ્યા છે. આ ઉપરાંત 21 વિદ્યાર્થીઓએ 400થી વધુ માર્કસ મેળવ્યા છે.આ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી.કાંજિયા સહિત શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે.

- text