ટંકારા – લતીપર હાઇવે ઉપર કાર – બાઈક વચ્ચે અકસ્માત : બાઈક ચાલકનું મૃત્યુ 

- text


સાવડી ગામ નજીક અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો 

ટંકારા : ટંકારા – લતીપર હાઇવે ઉપર સાવડી ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે ટંકારા – લતીપર હાઇવે ઉપર સાવડી ગામ નજીક હ્યુન્ડાઇ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા અજયનગર ગામે રહેતા બાઈક ચાલક બાબુભાઇ સાડમિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી છુટતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે.

- text