સ્કાય મોલમાં કાલે શનિવારથી MJR જવેલ્સનું ભવ્ય એક્ઝિબિશન : તમે આવો છો ને ?

રાજકોટના પ્રખ્યાત જવેલર્સ મોરબીના આંગણે : અવનવા ઘરેણાની વિશાળ રેન્જ  : એક્ઝિબિશન બે દિવસ ચાલશે

કુંદન, પોલકી અને ડાયમંડનું મન મોહિની કલેક્શન સૌના મન મોહી લેશે : એક વખત અચૂક મુલાકાત લ્યો

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના આંગણે રાજકોટના પ્રખ્યાત MJR જવેલ્સ દ્વારા આવતીકાલે શનિવારથી બે દિવસનું ડિઝાઈનર એન્ટિક ગોલ્ડ જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. જેમાં અવનવા ઘરેણાની વિશાળ રેન્જ ગ્રાહકોને મંત્રમુગ્ધ કરી દેશે. તો આ એક્ઝિબિશનમાં અચૂકપણે પધારીને પોતાના મનપસંદ ઘરેણાની ખરીદી કરવાનો અનેરો લ્હાવો લેવા જેવો છે.
રાજકોટમાં MJR જવેલ્સ વર્ષોથી કાર્યરત છે. MJR જવેલ્સએ સૌરાષ્ટ્રભરમાં ખૂબ નામના મેળવી છે. મોરબીના પણ સેંકડો ગ્રાહકોની પહેલી પસંદ MJR જવેલ્સ જ રહ્યું છે. ગ્રાહકના સંતોષને જ સર્વસ્વ માનતું MJR જવેલ્સ સૌથી વિશ્વાસપાત્ર જવેલર્સ છે. મોરબીના ઘણા બધા પ્રતિષ્ઠિત પરિવારો તેમની સાથે ખૂબ લાંબા સમયથી જોડાયેલા છે. વધુમાં MJR જવેલ્સને બેસ્ટ ડીઝાઇનર જવેલરી ઇન સૌરાષ્ટ્રનો એવોર્ડ મળ્યો છે.
મોરબીના આંગણે પ્રતિષ્ઠિત MJR જવેલ્સ ભવ્ય ડિઝાઈનર એન્ટિક ગોલ્ડ જવેલરીનું ‘મન મોહિની’ નામનું એક્ઝિબિશન લઈને આવ્યું છે. આ એક્ઝિબિશન તા. 10 અને 11ના રોજ શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે યોજાનાર છે. જેમાં કુંદન, પોલકી અને ડાયમંડનું કલેક્શન સહિતની અનેકવિધ જવેલરી ગ્રાહકોના મન મોહી લેશે. અહીં મુલાકાતીઓને જવેલરીની વિશાળ રેન્જ જોવા મળશે. તો એક વખત અવશ્યપણે આ એક્ઝિબિશનની મુલાકાત લેવા જેવી છે. વધુ વિગત માટે  મૂળ મોરબીના હાલ રાજકોટ રહેતા મનોજભાઈ રાણપરા મો.નં. 9825231033 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.