ટંકારામાં 200 લોકો યજ્ઞ કરતા થયા : આગામી તા.18મીએ વેદપ્રચાર અભિયાનની પૂર્ણાહુતિ 

- text


ટંકારા : ટંકારામાં  છેલ્લા 13 વર્ષથી યજ્ઞ પ્રચાર તથા વેદ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે જેના થકી આજે ટંકારાના 200 પરિવાર યજ્ઞ કરતા થયા છે. “વેદ તરફ પાછા વળો” ના મહર્ષિ દયાનંદના સૂત્રને ચરિતાર્થ કરવા માટે ચાલતા વેદપ્રચાર અભિયાનની પૂર્ણાહુતિ આગામી તા.18ના રોજ પુર્ણાહુતી થશે.
આર્ય સમાજ ટંકારા દ્વારા છેલ્લા 13 વર્ષથી ટંકારામાં અલગ અલગ પરિવાર માં યજ્ઞ કરી વૈદિક સિદ્ધાંતો ની માહિતી આપી પ્રતિદિન બે પરિવાર ત્રણ પરિવારમાં યજ્ઞ કરવામાં આવતા હતા. આ કાર્યક્રમની સફળતા બહુ જ સારી રહી અને આજે તેના પરિણામ સ્વરૂપ ટંકારામાં 200 પરિવાર યાજ્ઞિક એટલે કે યજ્ઞ કરતા થયા છે અને તેમાં વધુને વધુ ઉમેરો થતો રહે તે માટે હજુ પણ આર્ય સમાજ દ્વારા આ કાર્ય સુચારુ રૂપથી ચાલી રહ્યું છે. ખાસ કરીને ટંકારામાં શ્રાવણ માસથી લઈને ભાદરવા માસ સુધી સતત બે માસ ત્રણ પરીવારમાં યજ્ઞ અને વેદ પ્રવચન થકી આ કાર્ય થતું રહ્યું છે.
ટંકારા ગામના નગરજનો ઉત્સાહ સાથે યજ્ઞ કરતા અને કરાવતા થયાં છે ત્યારે વેદ પ્રચાર અભિયાનની પુર્ણાહુતી કાર્યક્રમ આર્ય કન્યા ગુરુકુલ રોજડના આચાર્યા શીતલબેનના અધ્યક્ષતામાં તા.18ને રવિવારના રોજ લક્ષ્મીનારાયણ સોસાયટી,ગરબી ચોક,ટંકારા ખાતે થશે.જેમાં સવારે 9 થી 9:40 કલાકે યજ્ઞ અને પ્રાર્થના,9:40 થી 9:50 કલાકે સ્વાગત,9:50 થી 9:55 કલાકે ભજન,9:55 થી10 કલાકે અભિયાન પ્રતિભાગીના પ્રતિભાવ,10:15 થી 10:30 કલાકે આર્ય સમાજ શા માટે ?, 10:30 થી 11:30 કલાકે આચાર્ય શીતલબેનનું પ્રવચન અને 11:30 થી 11:35 આભાર દર્શન અને મહાપ્રસાદ યોજવામાં આવશે.આ ધાર્મિક કાર્યમાં સહભાગી બનવા સંસ્થા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text