મોરબીના લજાઈ નજીક દારૂ -બિયર ભરેલી કાર સાથે બે ઝડપાયા 

- text


ટંકારા : રાજકોટ- મોરબી હાઇવે ઉપર લજાઈ નજીકથી ટંકારા પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂ – બિયરની ખેપ મારવા નીકળેલા બે શખ્સને ઝડપી લઈ કાર સહીત 2,69,060નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસે બાતમીને આધારે રાજકોટ-મોરબી હાઇવે ઉપર લજાઈ નજીક આવેલ ચીલફિલ કારખાના પાસે વોચ ગોઠવી GJ-01-RD-7157નંબરની આઈ ટવેન્ટી કાર અટકાવી તલાસી લેતા કારમાં સવાર આરોપી રવિભાઇ ભાવેશભાઇ રામાનુજ, રહે- લજાઇ મેઇનબજાર તા. ટંકારા અને આરોપી મનિષભાઇ પ્રભાતભાઇ વિઠલાપરા,રહે- ધ્રવનગર તા.ટંકારા વાળાના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કી તથા વ્હીસ્કીની 103 બોટલ કિંમત રૂપિયા 33,880, મેજીક મુવમેન્ટ વોડકાની 72 બોટલ કિંમત રૂપિયા 23,760, વ્હાઇટ લેક વોડકાના ચપલા નંગ- 43 કિંમત રૂપિયા 4300 તેમજ અલગ અલગ બ્રાન્ડના બીયર ટીન નંગ- 72 કિંમત રૂપિયા 7200 મળી કુલ રૂપિયા 69,060નો દારૂ બિયર તેમજ રૂપિયા 2 લાખની કિંમતની કાર મળી પોલીસે 2,69,060નો મુદામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text