મોરબી – માળીયા તાલુકાના 8 ગામમાં લીલો દુષ્કાળ, પાક નિષ્ફળ જવાની ભીતિ

- text


આઠ ગામના સરપંચ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત

મોરબી : ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં મેઘરાજાની અવિરત કૃપા વરસતાં મોરબી અને માળીયા તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવા પામ્યા છે. ત્યારે માળીયા (મી.) અને મોરબી તાલુકાના 8 ગામના સરપંચોએ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિત રજૂઆત કરીને ખેડૂતોને રાજ્ય સરકાર વહેલી તકે વળતર ચૂકવે તેવી માંગ કરી છે.

- text

મોરબી તેમજ માળીયા તાલુકાના સરપંચ દ્વારા રજુઆત કરતા જણાવાયું છે કે, વધુ વરસાદના કારણે મોરબી અને માળીયા (મી.) તાલુકાના અનેક ગામોમાં પાક નિષ્ફળ ગયો છે. મોરબી માળીયા પંથકના ગોર ખીજડીયા, રાજપર, કુન્તાસી,બગથળા,માણેકવાડા, દેરાળા, જેપર, બિલિયા, માનસર સહિતના 8 ગામના સરપંચ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજૂઆત કરી છે અને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદ થવાથી ખેતરમાં પાણી સતત ભરાયેલ રહેતા ચોમાસું પાક નિષ્ફળ ગયો હોવાનું જણાવી આ ગામના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી વળતર ચુકવે તેવી માંગણી કરવામાં આવી છે.

- text