રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં મોરબીના બે ખેલાડી ઝળક્યા

- text


મોરબીના મીતા આર.કાચરોલાએ પ્રથમ ક્રમે : એલ.ઈ.કોલેજના પ્રાધ્યાપક ત્રીજા સ્થાને

મોરબીઃ તાજેતરમાં સચિવાલય જીમખાના ખાતેયોજાયેલ એઆઈસીએસની રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં બેડમિન્ટન સ્પર્ધામાં મોરબીના મીતા આર.કાચરોલાએ પ્રથમ ક્રમાંક અને એલ.ઈ.કોલેજના પ્રાધ્યાપક મુરલી એમ. નાગપ્પાએ ત્રીજો નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હવે બન્ને ખેલાડીઓ ગુજરાતની ટીમ તરફથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. મહત્વનું છે કે, મીતા કાચરોલાએ ગત 24 મેના રોજ રાજકોટ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીતીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

- text

- text