માળીયા તાલુકામાં કાલે સોમવારે આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાશે

- text


માળીયા(મી.) : માળીયા(મી.) તાલુકામાં સોમવારે આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, ઈ-નીર્માણ કાર્ડ કઢાવાનો કેમ્પ આવતીકાલે સોમવારે યોજાશે.લોકોને કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

- text

સરકારી યોજના અંતર્ગત છેવાળાના વિસ્તારોના લાભાર્થીઓ બાકી ના રહે તેવા હેતુસર માળીયા(મી.) તાલુકાના મોટા દહીંસરા, દેરાળા, હરીપર,રાસંગપર, મોટાભેલા ગામમાં આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, ઈ-નીર્માણ કાર્ડ કઢાવાનો કેમ્પ આગામી તા.5ને સોમવારના રોજ યોજાશે.આ પાંચ ગામમાં વી.સી.ઈ. દ્વારા કાર્ડ કાઢવામાં આવશે. જે લોકોને કાર્ડ કઢાવવાનું બાકી હોય તેવા લોકોએ કાર્ડ કઢાવી લેવા અપીલ કરવામાં આવી છે.

- text