મોરબીમા નાના બાળકોને રમત રમાડી ભેટ આપી કરાઇ છે ગણેશોત્સવની ઉજવણી

- text


મોરબી : સામાન્ય રીતે ગણેશોત્સવમાં ગણપતિદાદાની પૂજા અર્ચના થતી હોય છે પરંતુ મોરબીમાં અમૃતનગરમાં એવો ગણેશોત્સવ યોજાયો છે જ્યાં આયોજકો નાના બાળકોને ખુશ કરવા અવનવી રમત રમાડી બાળકોને ભેટ આપી અનોખી ઉજવણી કરવામાં આવે છે.

મોરબીમાં અમૃતનગરમાં ગણેશોત્સવ દરમિયાન આયોજકો દ્વારાદર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણીમાં નાના બાળકોને રોજ સાંજે 9 થી 10 વાગ્યા સુધી અવનવી રમત રમાડી અને અંતે દરરોજ બધાને ગિફ્ટ આપીને ઉજવણી કરવામાં આવે છે. જેમાં દરરોજ 300 થી વધુ બાળકો અલગ-અલગ સોસાયટીમાથી આવે છે અને બાળકો ઉમંગ – ઉલ્લાસથી રમતોમાં ભાગ લેવાની સાથે ગણેશજીની ભક્તિ કરે છે.

- text

- text