બે નંબરી ! મોરબીના ક્યુટોન સિરામીકમાં 300 કરોડના ગોટાળા 

- text


કરોડો રૂપિયા કોલકાતાની શેલ કંપનીને ડાઇવર્ટ કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું : બોગસ ખરીદ અને વેચાણના ડિજિટલ ડેટા જપ્ત 

મોરબી : મોરબીના ક્યુટોન સિરામીક ગ્રુપને નિશાન ઉપર લઈ ઇન્કમટેક્સ વિભાગે દેશભરમાં 36 સ્થળે દરોડા પાડીને 300 કરોડના બીનહિસાબી નાણાકીય વ્યવહારો ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે.તપાસમાં રૂ.300 કરોડના હિસાબી ગોટાળાના દસ્તાવેજો મળ્યા છે. સાથે જ કંપનીના સંચાલોકોએ શેર કેપિટલ અને સગા સંબંધીઓ પાસેથી અનસિક્યોર્ડ લોન મેળવીને તેના નાણા કોલકત્તાની શેલ કંપનીઓને ડાઇવર્ટ કર્યુ હોવાનુ બતાવ્યુ હતુ. હકીકતમાં બ્લેકમનીની મદદથી બોગસ ખરીદ વેચાણ કરાયુ હોવાના પુરાવા આઇટીને મળ્યા છે.

આવકવેરા વિભાગે અમદાવાદમાં પ્રહલાદનગર રોડ પર ટાઇટેનિયમ કોમ્પલેક્ષમાં આવેલી ક્યુટોન સિરામિક પ્રાઇવેટ લિમિટેડ અને ક્યુટોન એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડા પાડયા હતા ઉપરાંત રાજકોટ, મોરબી, વડોદરા અને વાંકાનેરમાં આવેલા પ્લાન્ટ, ફેકટરી, તેમજ માલિકો મનોજ અગ્રવાલ, સુનિલ માંગલુકિયા, રાજીવ અડાલખાની ઓફિસો અને રહેઠાણ પર દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા હતા. સિરામીક ટાઇલ્સની પ્રોડક્ટો વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. જેની માહિતી આવકવેરા વિભાગે મેળવી છે. ડિજિટલ ડેટા જપ્ત કરાયા છે જેમાં કેટલીક ગુત માહિતીઓ હોવાના સંકેતો મળ્યા છે.

- text

આવકવેરા વિભાગને હવાલાની શંકાને આધારે એ દિશામાં તપાસ ચાલુ રાખવામાં આવી છે. ફેકટરીમાં સિરામિક ટાઇલ્સની પ્રોડક્ટ બહાર નીકળે ત્યાં ઇનવોઈસ બનાવ્યા વગર પણ માલ બહાર કાઢવામાં આવતો હોવાની વિગતો જાણવા મળી છે.નોંધનીય છે કે મોરબીની સ્થાનિક ભાષામાં કબૂતર બિલિંગ તરીકે ઓળખાતી સીરામીક ઇન્ડસ્ટ્રીઝની નબળી કડી આવકવેરાના રડારમાં આવી જતા અનેક લોકો સુધી આ દરોડાનો રેલો પહોંચે તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text