સાડા પાંચ ઈંચ વરસાદમાં મોરબીની અવની ચોકડી પાણીમાં ગરકાવ

- text


પાલિકાના શાસકોની અણઘડ નીતિને કારણે વરસાદી પાણી અને ખાડાની હાડમારી લોકોને ભોગવવી પડતી હોવાનો કોંગી અગ્રણીનો આક્ષેપ

મોરબી : મોરબીમાં ગતરાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા અને પોશ વિસ્તાર અવની ચોકડી વરસાદી પાણીમાં ગરકાવ થતા પાલિકાના શાસકોની અણઘડ નીતિને કારણે વરસાદી પાણી અને ખાડાની હાડમારી લોકોને ભોગવવી પડતી હોવાનો કોંગી અગ્રણીનો આક્ષેપ કર્યો છે.

મોરબીમાં વરસાદને કારણે પાણી ભરાવવાની સમસ્યા મામલે કોંગ્રેસ અગ્રણી કે ડી પડસુંબિયા પાલિકાના શાસકો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમના જણાવ્યા મુજબ મોરબીના પોશ વિસ્તાર એવા અવની ચોકડી પર પાણીનો કોઈ નિકાલ નથી. આ પાણીના નિકાલ માટે ત્રણ થી ચાર વખત યોજના બનાવી પૈસા ચાવ થઈ ગયા હતા. મોરબી નગરપાલિકા અને ચુંટાયેલા સભ્યોની મીલીભગતને કારણે પ્રજા પીસાઈ રહી છે. એક તરફી બીજેપીને વોટ આપ્યા પછી પણ પ્રજાને આ મુશ્કેલી રૂપી ભેટ મળી છે. પૂરા મોરબીમાં ખાડા નહિ પણ ખાડા અને પાણીમાં મોરબી હોવાનો આક્ષેપ કર્યો છે. નીંભર તંત્ર અને નીંભર ચૂંટાયેલ સભ્યોના ભ્રષ્ટાચારને કારણે મોરબી શહેર નર્ક સમાન બની ગયું હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો.

- text

- text