મોરબીના સોઓરડીમાં વૃક્ષ ધારાશાયી થઈને વીજપોલ પર પડતા વીજ પુરવઠો ખોરવાયો

- text


વિજતંત્રની ટીમે તાકીદે દોડી જઈને યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી હાથ ધરી

મોરબી : મોરબીના સોઓરડીમાં ગતરાત્રે વરસાદને કારણે વૃક્ષ ધારાશાયી થઈને વીજપોલ પર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતી. જો કે વિજતંત્રની ટીમે તાકીદે દોડી જઈને યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી હાથ ધરી

મોરબી સામાકાઠે સોઓરડીમાં આવેલ પોટરી તાલુકા શાળા પાસે ગત રાત્રીના ભારે વરસાદના કારણે તોતિંગ પીપળાનું ઝાડ ધારાશાયી થતા બાજુમાંથી પસાર થતી વીજલાઈનમાં અટવાતા બે વીજપોલ તૂટી પડ્યા હતા. આ અંગે સ્થાનિકોએ વિજતંત્રને જાણ કરતા ચાલુ વરસાદમાં તાકીદે વિજતંત્રનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વીજ પુરવઠો બંધ કરી મેન્ટેનન્સ કામ મોટુ હોવાના કારણે આ વીજલાઇનમાંથી આજુબાજુના વિસ્તારનો વિજપુરવઠો હજુ સુધી ખોરવાયેલો છે. તોતિંગ વૃક્ષ પડતા હાલ આ રસ્તો બંધ છે જેના કારણે વાહનો અને રાતદારીઓને મુશ્કેલી પડી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીનો બનાવ બનેલ નથી.

- text

- text