ટંકારા : ઉધાર ન ચૂકવનાર પેઢીને 9 ટકાના વ્યાજ સાથે બાકી બિલ ભરપાઈ કરવા કોર્ટનો આદેશ

- text


 

ટંકારા : વિરપર ખાતે આવેલ એક એલ્યુમિનિયમના યુનિટનું રૂ. 4.25 લાખનું ઉધારીનું બિલ ન ચૂકવતા ટ્રેડિંગ કંપની સામે દાવો દાખલ થયો હતો. જે અંગે કોર્ટે ચુકાદો જાહેર કરી આ બાકી બિલ 9 ટકાના વ્યાજ સાથે જમા કરાવવાનો આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના વિરપર ગામે સ્થિત એમ્પલ એલ્યુમિનિયમના ભાગીદારો ચતુરભાઈ માવજીભાઈ કાંજીયા અને કમલેશકુમાર નરશીભાઈ અમૃતિયાએ મોરબીના પંચાસર મેઈન રોડ ઉપર આવેલ સંતકૃપા ટ્રેડિંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઇ કાંજીયા સામે તેઓને એલ્યુમિનિયમના ઉધારે વેચાણ કરેલ માલ અંગેનો રૂ. 4,25,287 લેણી રકમ વ્યાજ સહિત વસૂલ મેળવવા ટંકારાની સિવિલ અદાલતમાં દાવા નં. 31/2020થી દાવો દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા ટંકારા સિવિલ અદાલતે સંતકૃપા ટ્રેડિંગ અને ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઇ કાંજીયાને સદરહુ લેણી રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. એમ્પલ એલ્યુમિનિયમ ભાગીદારી પેઢીના ભાગીદારો વતી મોરબીના વકીલ ભાવેશ ડી. ફુલતરિયા અને આર.જે. જોશી રોકાયેલ હતા.

- text

- text