છ ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત આપતી સિટી બી ડિવિઝન પોલીસ

- text


 

મોરબી : મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયાના સુપરવિઝન હેઠળ સ્ટાફે અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા ઝુંબેશ ચલાવી હતી. જેમાં સર્વેલન્સ સ્ટાફના કોન્સ. પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા તથા કલ્પેશભાઇ ગાંભવા અને ધર્મેન્દ્રભાઇ રાંકજાએ ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી રૂ.1 લાખની કિંમતના છ જેટલા મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર સાર્થક કરેલ છે.

- text

- text