મોરબી જિલ્લા માઇનોરીટી કોંગ્રેસ દ્વારા બિલ્કિસબાનો ગેંગરેપ કેસ બાબતે કલેકટરને આવેદન

- text


મોરબી : ગુજરાતમાં વર્ષ 2002ના કોમી રમખાણો દરમિયાન બિલ્કિસબાનુ પર થયેલ ગેંગરેપ અને તેના પરીવારના સાત સભ્યોની હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલ 11 આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા માફી આપીને છોડી મુકવાના નિર્ણય કરાતાં વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે સરકાર તાત્કાલિક આ નિર્ણય પરત ખેંચી અને આરોપીઓને પુનઃ જેલ હવાલે કરે તેવી માંગ સાથે આજે મોરબી જિલ્લા કલેક્ટર મારફતે મોરબી જિલ્લા માઇનોરીટી કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 2002ના કોમી તોફાનો સમયે બિલ્કિસબાનું પર થયેલ ગેંગરેપ તથા તેમના પરીવારના 7 સભ્યોની હત્યાના 11 અપરાધીઓને ગુજરાત સરકારે માફી આપીને છોડી મૂકવાનો નિર્ણય આધાતજનક હોય જેથી તાત્કાલીક આ મામલે હસ્તક્ષેપ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારના અપરાધીઓને માફી આપવાના નિર્ણયને પાછો લેવામાં આવે તે જરૂરી છે.

વધુમાં જિલ્લા માઇનોરીટી કોંગ્રેસ દ્વારા જણાવાયું છે કે, ગુજરાતની ભાજપ સરકારે બિલ્કિસબાનુ સામૂહિક બળત્કારના મામલામાં 11 અપરાધીઓને માફી આપીને અસંવેદસીલતાનુ પ્રદર્શન કર્યું છે. ન્યાય મેળવવા માટે સંઘષ કરી રહેલા લોકો માટે આ નિર્ણય ખુબજ નિરાશાજનક છે. આવા ગંભીર ગુન્હામાં કોર્ટ દ્વારા સજા પામેલા અપરાધીઓની સજા માફ કરવી એ અમાનવીય કૃત્ય છે.. આ બાબતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ હતક્ષેપ કરીને 11 આરોપીઓને મુકત કરવાના નિર્ણય સામે કેન્દ્રીય ગૃહ મંતત્રાલય અને ગુજરાત સરકાર ફેર વિચાર કરવાની અપીલ કરીએ છીએ અને જો ગુજરાત સરકાર માફીનો નિર્ણય પરત નહીં લે તો નાગરીકોનો કાનુન પરથી વિશ્વાસ ઉઠી જશે તેવી રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી.

- text

આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી વિભાગના ચેરમેન માહમદભાઈ કડીવાર, કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, આબિદ ગઢવારા, પુષ્પરાજસિંહ જાડેજા, શકીલ પીરઝાદા, હનીફભાઈ અંસારી, ઈકબાલભાઈ જેડા, વસીમભાઈ મન્સુરી, દાઉદભાઈ માસ્તર, યુસુફ શેખ, હુસેનભાઈ ભાટી, હનીફભાઇ પાયક, ગફારભાઈ માણેક, યાસીન માણેક, ઈકબાલ કાંજડીયા, ઈલ્યાસ મોતીયા સહિતના હાજર રહ્યા હતા.

- text