મોરબીના ઘુટુ રોડ ઉપર જ્હોની વોકર સ્કોચ વ્હિસ્કીની બે બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ઘુટુ રોડ ઉપર આઈટીઆઈ નજીકથી મોરબી તાલુકા પોલીસે એક્સેસ મોટર સાયકલ ઉપર શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા મહેશભાઇ મોતીભાઇ નગવાડીયા, રહે.રણછોડનગર શેરી નંબર-5 નવલખી રોડ મોરબી વાળાને અટકાવી તલાસી લેતા આરોપીના કબ્જામાંથી રૂપિયા 3000ની કિંમતની જ્હોની વોકર સ્કોચ વ્હિસ્કીની બે બોટલ મળી આવતા પોલીસે રૂપિયા 25 હજારના એક્સેસ મોટર સાયકલ સહિત 28 હજારનો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text