વરસાદે ભુક્કા કાઢ્યા ! મોરબીમાં સાડા પાંચ ઈંચ, હળવદમાં એક ઇંચ

- text


રાત્રે 12થી સવારે છ વાગ્યા દરમિયાન વધુ બે ઈંચ ખાબક્યો

મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ્સ ખેલી દે ધના ધન વરસાદ વરસાવવાનું શરૂ કરી રાતભર હેત વરસાવતા સવારે છ વાગ્યા સુધીમાં કુલ સાડા પાંચ ઈંચ પાણી વરસ્યું હતું. સાથે જ હળવદ શહેરમાં પણ મેઘરાજાએ હેત વરસાવતા એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

- text

મોરબી જિલ્લા કલેકટર કચેરી સ્થિત ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ મંગળવારે સવારે છ વાગ્યાથી લઈ બુધવારે સવારે છ વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં 135 મિલિમિટર એટલે કે સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે હળવદ શહેરમાં 26 મીમી, વાંકાનેરમાં 8 મીમી, ટંકારામાં 14 મીમી અને માળિયામાં 8મીમી વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે ગતરાત્રિના 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 85 મીમી વરસાદ વરસ્યો હતો.

- text