મોરબીમાં દે ધનાધન : છ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

- text


 

આજે સવારથી અત્યાર સુધીમાં મોરબીમાં સાડા ત્રણ ઇંચ અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ

મોરબી : મોરબીમાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે જિલ્લાભરમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે.

- text

મોરબી પંથકમાં થોડા દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ દેખા દઈને ધમાકેદાર રીએન્ટ્રી કરી છે. ખાસ મોરબી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 6 મિમી વરસાદ નોંધાયો હતો. પણ ત્યારબાદ મેઘરાજાએ સટાસટી ચાલુ કરી હતી. જેમાં સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં 26 મિમી, ત્યારબાદ રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં 8 મિમી અને ત્યારબાદ રાત્રે 10થી 12 વાગ્યા સુધીમાં 45 મિમી વરસાદ પડ્યો છે. આમ આખા દિવસનો આજે 85 મિમી એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લી છ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધીનો વરસાદ

મોરબી : 85 mm
ટંકારા : 14 mm
માળિયા : 8 mm
વાંકાનેર : 8 mm
હળવદ : 8 mm

 

- text