વોટ્સએપ મેસેજ કરવા મામલે ડેરી સંચાલકને માર પડ્યો

- text


મોરબીમાં ભત્રીજા વહુને વોટ્સએપ મેસેજ કર્યાની શંકાએ ત્રણ શખ્સોએ ધોકા, પાઈપથી હુમલો કર્યો

મોરબી : મોરબી શહેરના ઉમિયા સર્કલ પાસે આવેલ યદુનંદન સોસાયટીમાં દૂધની ડેરી ધરાવતા યુવાને ભત્રીજા વહુને વોટ્સએપ મેસેજ કર્યાની શંકાએ ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા અને ઉમિયા સર્કલ પાસે આવેલ યદુનંદન સોસાયટીમાં મોમાઈ દૂધની ડેરી ધરાવતા હિતેષભાઈ ઉર્ફે હેમંતભાઈ ધીરાભાઈ ભુંભરીયા, ઉ.24 ગત તા.21ના રોજ પોતાની દૂધની ડેરીએ હતા ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડ, કમલેશભાઈ હમીરભાઈ રાઠોડ રહે. મકનસર અને સુરેશભાઈ નામની વ્યક્તિ ત્યાં આવી હતી જે સમયે વજાભાઈ રાઠોડે કહ્યું હતું કે તું મારા ભત્રીજાની વહુને કેમ વોટ્સએપમાં મેસેજ કરેશ ? જેથી હિતેશભાઈએ પોતે મેસેજ ન કરતા હોવાનું જણાવતા લોખંડનો પાઇપ ફટકારી દીધો હતો.

- text

એ જ રીતે આરોપી કમલેશે પણ હવે પછી જો મારી પત્નીને વોટ્સએપ મેસેજ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને સાથે રહેલા સુરેશ નામના વ્યક્તિએ પણ લાકડાના ધોકા ફટકારી માર મારતા ફરિયાદી હિતેશભાઈના ભાઈ આશિષભાઈ તથા દીપકસિંહે વચ્ચે પડી હિતેશભાઈને છોડાવ્યા હતા.

આ ઘટના અંગે હિતેશભાઈ ભુંભરીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૫,૩૨૩.૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text