દેશીના ધંધાર્થીઓ ઉપર તવાઈ : જીગો પકડાયો, ડોકટર ફરાર, 475 લીટર દારૂ ભરેલી ઇકો રેઢી ઝડપાઇ

- text


મોરબી શહેર, તાલુકા, વાંકાનેર, હળવદ અને ટંકારામાં કુલ મળી 17 કેસ કરાયા

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર સતત તવાઈ ચાલુ રાખવામાં આવી છે જેમાં મોરબી શહેર, તાલુકા, વાંકાનેર, હળવદ અને ટંકારામાં કુલ મળી 17 કેસ કરાયા હતા. આ કાર્યવાહીમાં બેલા ગામની સીમમાંથી તાલુકા પોલીસે જીગો નામનો શખ્સને ઝડપી લીધો હતો જેનો ડોકટર નામનો સાગરીત નાસી ગયો હતો એ જ રીતે રફળેશ્વર નજીકથી 475 લીટર દેશીદારૂ ભરેલી ઇકો કાર રેઢી મળી આવી હતી.

દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ બોલાવતા મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાંથી જીજ્ઞેશભાઇ ઉર્ફે જીગો રોહિતભાઇ ચાવડા આહિર, રહે.મોરબી નવલખી રોડ યમુનાનગર-૨ મુળ રહે.નાની બરાર તા.માળીયા વાળાને દેશીદારૂની 105 કોથળી સાથે ઝડપી લીધો હતો જ્યારે જીગાનો સાગરીત લલીત ઉર્ફે સાગર ઉર્ફે ડોકટર રાજેશભાઇ કુકાવા રહે.મોરબી-૨ વિધુતનગર વાળો હાજર ન મળી આવતા ફરાર દર્શાવવામાં આવ્યો હતો.

- text

જ્યારે બીજી કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસે ટીમ્બડી ગામની સીમમાંથી રૂપિયા 25 હજારના ડુઈટ મોટર સાયકલ ઉપર દેશી દારૂની 60 કોથળીનું બાચકું ભરીને નીકળેલા સિંકદરભાઈ હુસેનભાઈ ભટી જાતે મીયાણા, રહે. વીશીપરા રણછોડનગર મોરબી વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ત્રીજી કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર મંદિર નજીક આવેલ ભુદેવ પાન નામની દુકાન પાસેથી રેઢી પડેલી રૂપિયા 1.50 લાખની કિંમતની ઇકો કાર નંબર GJ-03-LM-6957માંથી 475 લીટર દેશીદારૂ કબ્જે કરી કાર નંબરના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text