ટંકારાના હરબટિયાળી ગામે સાપ કરડી જતા બાળકીનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે ખેતશ્રમિક પરિવારની બાળકીને વાડીએ સાપ કરડી જતા સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જણાવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે રતીલાલ ખંભાણીની વાડીએ રહી કામ કરતા ખેતશ્રમિક પરિવારની સંજનાબેન જાન્યાભાઇ ભુરીયા ઉ.8 નામની બાળકી વાડીમાં રમતી હતી તે વેળાએ જમણા પગમાં સાપ કરડી જતા બેભાન હાલતમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text