‘બોલો સરકાર’ કોંગ્રેસ જનતાના વિચારો જાણી ચૂંટણી ઢંઢેરો બનાવશે

- text


કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીમાં મોરબીના બે આગેવાનોની નિમણૂક

મોરબી : વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થતાં જ કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા ખાસ મેનિફેસ્ટો કમિટી બનાવવામાં આવી છે જેમાં બોલો સરકાર અંતર્ગત લોકોના પ્રશ્ન જાણી લોકોની ઈચ્છા મુજબ ચૂંટણી ઢંઢેરો જાહેર કરાશે. આ ખાસ મેનિફેસ્ટો કમિટીમાં મોરબીના બે આગેવાનોની નિમણૂક પણ કરવામાં આવી છે.

આજે રવિવારના રોજ મોરબી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીની મીટીંગ મળી હતી. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ બોલો સરકાર, એટલે કે લોકશાહીમાં તો જનતા જ માલિક અને જનતા જ સરકાર છે. તે મુજબ ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના સીનીયર પ્રભારી અશોક ગહેલોતજી દ્વારા લોન્ચ કરવામાં આવેલ કાર્યકમ “બોલો સરકાર” દ્વારા લોકોની વચ્ચે જઈને, લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે ,કોંગ્રેસ પોતાનો મેનીફેસ્ટો, લોકો દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નોને ,તેમાં સમાવેશ કરીને, તેનેજ પોતાના મેનીફેસ્ટો બનાવવા માટે ચાલુ કરેલ છે.

બોલો સરકાર કાર્યક્રમ અંતર્ગત, મોરબી જીલ્લા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મેનીફેસ્ટો કમિટીના મુખ્ય કન્વીનર તરીકે દીપક બાબરિયા દ્વારા ડો.લખમણ ભાઈ કણઝારિયાની નિમણુક કરેલ છે. તેમજ રાજકોટ ડિવિઝનના કન્વીનર તરીકે કાન્તિલાલ ડી. બાવરવાની નિમણુક કરેલ છે.

વધુમાં મોરબી જીલ્લા મેનીફેસ્ટો કમિટીના સભ્યો દ્વારા જયંતીભાઈ જે. પટેલની અધ્યક્ષતામાં કાન્તિલાલ ડી. બાવરવાની તેમજ ડો.લખમણભાઈ કંઝારિયાની હાજરીમાં આગામી યોજાનાર બોલો સરકાર કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ હતું.આ કાર્યકમમાં સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા તેમજ પ્રદેશના આગેવાનો હાજરી આપનાર છે.

કોંગ્રેસની આ મીટીંગમાં અમુભાઈ હુંબલ, ભાવેશભાઈ સાવરિયા, મહેન્દ્રસિંહ ઝાલા, કે.ડી. પડ્સુમ્બીયા, ભુપેન્દ્રભાઈ ગોધાણી, હનીફભાઈ પાયક, જશુભાઈ ગોહેલ, અરવિંદભાઈ અમાંબલીયા, મહમદભાઈ કડીવાર, જીતુંભાઈ ગોસરા, રામ ભાઈ રબારી, રાજુભાઈ કાવર, દુષ્યંતકુમાર ભૂત, મહેશભાઈ રાજ્યગુરુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

- text

- text