મોરબી શહેર અને ગામે-ગામે કૃષ્ણ જનમોત્સવના હર્ષભેર વધામણા

- text


શહેરી વિસ્તારોમાં અને તમામ ગ્રામ્ય વિસ્તારો કાના જન્મોત્સવને મનાવવા ગોકુળિયું ગામ બન્યા, જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી, રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : જન્માષ્ટમી પર્વને લઈને લોકોમાં અનેરો આનંદ છવાયો છે. નંદલાલાના જન્મ વધામણા કરવા ઠેર-ઠેર શોભાયાત્રા, રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો આયોજિત થયા છે, ત્યારે મોરબી શહેરના વિવિધ સ્થળોએ પણ હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હતી. ભવ્ય શોભાયાત્રા ઉપરાંત અનેક સોસાયટીઓમાં રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા.


મોરબીના બિલીયા ગામેં રાષ્ટ્રગીત ગાયા બાદ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. જેમાં જન્માષ્ટમી નિમિતે મટકીફોડ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ માં સમસ્ત બિલીયા વાસીઓ તથા મહેમાનોએ સન્માન સાથે રાષ્ટ્રગીત ગાયા પછી મટકીફોડનો આનંદ માણ્યો હતો.


મોરબીના લાખધીરનગર (નવાગામ) ગામે નવાગામ યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. જેમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી અનવ રાસની રમઝટ સાથે મટકી ફોડીને કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના યુવાનો, નાના-નાના ભૂલકાઓ અને ગામના તમામ લોકો સાથે જોડાઈને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.


મોરબીના રંગપરમાં (વિરાટનગર) જમાષ્ટમી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના રંગપર ગામે જન્માષ્ટમી નીમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉત્સાહથી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.


મોરબીની રાજનગર સોસાયટી તથા પંચાસર રોડ પર આવેલ અન્ય સોસાયટીમાં જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. જેમાં 8 કાનુડાઓ દ્વારા જુદી-જુદી 8 મટકી ફોડવામાં આવી હતી. અને સાથે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.


મોરબીની ગોકુલ મથુરા સોસાયટી દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોકુળ મથુરા સોસાયટી , દલવાડી સર્કલ પાસે, કેનાલ રોડ મોરબી દ્વારા જન્માષ્ટમીની ઉજવણી અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહથી જન્માષ્ટમી પર્વ ઉજવ્યું હતું.

- text


માળીયાના નાના દહિસરા ગામે નંદલાલાનાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના દહીસરા ગ્રામજનો દ્વારા મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં ગામ લોકોએ આનંદથી જોડાયા હતા.


માળીયાના રોહિશાળા ગામેં જન્માષ્ટમીની રંગેચગે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જન્માષ્ટમી નિમિતે ગામમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.તેમજ મટકી ફોડીને કાનાના જન્મના હર્ષભેર વધામણાં કરવામાં આવ્યા હતા.


મોરબીના જય ગોપાલ ગ્રુપ આયોજિત ભરવાડ સમાજ બગથળા ગામ સમસ્ત દ્વારા બીજા વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભક્તિભાવ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો.


માળિયાના સરવડના સરદારનગર ગામે ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. સરદારનગર (સરવડ) ગામે રથયાત્રા, ફટકી ફોડ, રાસ ગરબાની રમઝટ બોલાવી ગ્રામજનો દ્વારા ધામધૂમથી ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતા.


મોરબીના નવા જીવાપર યુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના નવા જીવાપર યુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી મટકી ફોડીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મના હર્ષભેર વધામણાં કર્યા હતા.


માળીયાના મોટા દહીંસરા ગામે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આખા ગામને ગોકળિયું ગામ બનાવીને કાનાના જન્મોત્સવને હર્ષભેર મનાવવામાં આવ્યો હતો. જેમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મટકી ફોડીને નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.


મોરબી જિલ્લાના ઘુનડા (સ) ગામે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને મનાવવા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.અને મટકી ફોડીને નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.


(નોંધ : આપના પણ ગામ અને વિસ્તારના જન્માષ્ટમીની ઉજવણીની વિગત મોરબી અપડેટમાં પ્રસિદ્ધ કરવા, ટૂંકી વિગત અને 2 થી 3 ફોટા 9537676276 નંબર વોટસએપ કરી શકો છો.)

- text