રાજકોટના લોકમેળામાં ચાલતી રાઈડ પરથી યુવાન પટકાતા ગંભીર ઇજા થઇ

- text


યુવકને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

રકજકોટ : દેશભરમાં હાલ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારનું ખાસ મહત્વ હોય છે રાજકોટમાં બે વર્ષ બાદ યોજાયેલા લોકમેળામાં લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને સાતમ આઠમની રજામ લોકમેળો માણવા આવે છે ત્યારે ગઈકાલે રાજકોટના લોકમેળામાં એક ઘટના બની હતી જેમાં એક યુવક ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાયો હતો જેને કારણે તેને માથામાં ગંભીર ઇજા પહોંચતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

- text

ચાલુ યાંત્રિક રાઈડમાંથી યુવક નીચે પટકાયો

રાજકોટના જન્માષ્ટમીના દિવસે જ ગઈકાલે લોકમેળામાં એક દુર્ઘટના થઇ હતી જેમાં મેળામાં યાંત્રિક રાઈડની મોજ માણી રહેલા એક યુવક અચાનક ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. લોકમેળામાં અવનવી રાઈડ હોય છે. રાજકોટના લોકમેળામાં ફારૂક શેખ નામના યુવાને લોકમેળામાં ટોરારોરા બ્રેક ડાન્સ રાઇડની મોજ માણી રહ્યો હતો તે દરમિયાન જ તેમને સેફ્ટી ડોર ખોલી નાખતાં તે ચાલુ રાઇડે નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી છે. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. યુવકને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

- text