રાજ્યના મહેસુલ મંત્રી અને માર્ગ મકાન મંત્રીના ખાતા છીનવાયા

- text


પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીને અચાનક ઝટકો આપતી ભુપેન્દ્ર પટેલ સરકાર

જગદીશ વિશ્વકર્માને માર્ગ મકાન વિભાગ અને મહેસૂલ વિભાગનો હવાલો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપાયો

મોરબી : રાજ્યના ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે આજે મોટો નિર્ણય લઈ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી ખાતા છીનવી લેવાયો છે અને તાત્કાલિક અસરથી જગદીશ વિશ્વકર્માને માર્ગ મકાન વિભાગ અને મહેસૂલ વિભાગનો હવાલો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપાયો છે. અચાનક બબ્બે મંત્રીઓના ખાતા છીનવાઈ જતા હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

આજે ગુજરાત સરકાર દ્વારા સિનિયર નેતા ગણાતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ છીનવી લેવાની સાથે પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પરત લેવામાં આવ્યું છે. ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના આ પગલાંથી ગુજરાતનું રાજકારણ ફરી સમગ્ર રાજ્ય સહીત દેશમાં ચર્ચા માં આવ્યું છે.

તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસેથી અચાનક જ સતા છીનવાયાના ઘટનાક્રમની જેમ જ ગુજરાત રાજ્યના બે મોટા કેબિનેટ મંત્રીના ખાતા છીનવાઈ જતા આજનો ઘટનાક્રમ અચાનક ચર્ચામાં આવી ગયો છે.

- text

ઉલ્લેખનીય છે કે આવી અચાનક થયેલી ઉથલ પાથલથી ભાજપમાં શું ચાલી રહ્યું છે તે ખરે ખર કોઈની પણ સમજથી પરે છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. જો કે, આ બંને મોટા નેતાઓના હોદ્દા કોણ સંભાળશે તે અટકળોનો પણ અંત આવ્યો છે. જગદીશ વિશ્વકર્માને માર્ગ મકાન વિભાગ અને મહેસૂલ વિભાગનો હવાલો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપાયો છે. જ્યાં આવતી કાલે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે એક મહત્વની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતનું રાજકરણ અને ખાસ કરીને ભાજપ શું રણનીતિ બનાવશે તે આવતી કાલે સામે આવી જશે.

નોંધનીય છે કે અચાનક આ બંને નેતા પાસેથી તેમના ખાતા છીનવાયા તેની પછળના સમીકરણો શું હોય શકે તે પણ આવતી કાલની કમલમ ખાતેની મીટીંગ પછી સામે આવી શકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

- text