મોરબીના સુભાષ ચોક ખાતે રાસ ગરબા અને મટુકી ફોડનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: ગઈ કાલે જન્માષ્ટમી નિમિત્તે વૃંદાવન યુવા ગ્રુપ દ્વારા પ્રથમ વાર ભવ્યાતિભવ્ય રાસોત્સવ સાથે દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો.

જન્માષ્ટમીના પાવન અવસરે સુભાષ ચોક ખાતે વૃંદાવન યુવા ગ્રુપ દ્વારા રાત્રે 9 વાગ્યા થી રાસ-ગરબા રમી મધ્ય રાત્રે મટુકી ફોડી કૃષ્ણ જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વૃંદાવન યુવા ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text