હળવદની બ્રાહમણી નદીમાંથી રેતીચોરી અટકાવવા પાંડાતીરથના ગ્રામજનો મેદાને

- text


રેત માફિયાઓ ટ્રેકટર કે અન્ય વાહન માથે ચડાવી દઈશુ જેવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની રાવ સાથે ગ્રામજનોનું કલેકટરને આવેદન

હળવદ : હળવદ પાંડાતીરથ ગામે બ્રાહમણી નદીમાંથી રેતીચોરી અટકાવવા ગ્રામજનો મેદાને આવ્યા છે. જો કે રેતી ચોરી કરીને નીકળતા વાહનોથી અકસ્માતનો ભય હોવાથી ગ્રામજનો ઠપકો આપવા જતા લાજવાને બદલે ગાજીને રેત માફિયાઓ ટ્રેકટર કે વાહન ચડાવી દઈશુ જેવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની રાવ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદન આપ્યું છે.

આવેદનપત્ર જણાવ્યા મુજબ પાંડાતીરથ ગામેથી પસાર થતી વોકળો તથા નદી જે બ્રાહમણી નદી અંદર સરકારી ખનીજ રેતી આવેલ છે જે રેતી છેલ્લા ઘણાસમયથી રેત માફીયાઓ રેતીચોરી કરતા હોય જેથી સરકારી ખનીજનું ખોટી રીતે ખનન કરતા હોય અને જેનાથી ગ્રામજનો તથા સરકારને ભારે નુકશાની ભોગવવી પડતી હોય આવા રેત માફીયાઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

વધુમાં જણાવ્યું કે, આ બધા રેત માફીયાઓ પોતાના ખાનગી વાહનો ટ્રેકટરની અંદર રેતી ચોરી કરીને નીકળતા હોય જેથી જેઓ બેફામ રોડ પર નિકળતા હોય જે રોડ પર ખેડૂતો ખેતીકામે આવતા જતા હોય જેથી અકસ્માતના પણ ભય રહેલ હોય આથી ગ્રામજનોએ તેમને સમજાવવા જતા તેઓએ કહેલ કે તમારાથી થાય તે કરી લો આ રેતી અમારી છે અને જે લઈ જવાની છે જો કોઈ વચમાં આવશે તો તેના પર ટ્રેકટર કે વાહન ચડાવી દઈશુ જેવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય આ રેત માફિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text