મોરબીના મોટી વાવડી ગામે તિરંગા રેલી યોજાઈ

- text


મોરબી : મોરબી તાલુકાના મોટી વાવડી ગામે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ ભગીરથસિંહ, શાળાના શિક્ષક દિનેશભાઈ જારીયા, જીતેન્દ્રસિંહ કડીવાર દ્વારા તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગામમાં તિરંગા યાત્રા નીકળતાં સમગ્ર ગામમાં અનોખો દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

- text

- text