જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં DMLT કોર્ષ શરૂ, માત્ર 1 વર્ષના કોર્ષથી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાનો અવસર

B.SC બાદ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્ષ થઈ શકશે : વ્યાજબી ફી અને હોસ્ટેલની પણ સુવિધા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લા તથા આસપાસના વિસ્તારની દીકરીઓ શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકે તે માટે જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં DMLT કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. તો આ કોર્ષની વિગતો જાણવા આજે જ સંપર્ક કરો.

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય કેમ્પસમાં શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજ કાર્યરત છે. જે વર્ષોથી દિકરીઓ માટે ખૂબ સલામત અને પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે ઓળખ ધરાવે છે. અહીં ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી (DMLT)નો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. જે B.SC ( માઈક્રો/ બોટની/ બાયોકેમેસ્ટ્રી/કેમેસ્ટ્રી/ બાયોટેક્નોલોજી/ ઝુલોજી)નો અભ્યાસ ધરાવતી વિદ્યાર્થીનીઓ કરી શકે છે. આ એક વર્ષનો કોર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંલગ્ન છે. જેમાં હોસ્ટેલની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ સાથે નવુ બસ સ્ટેન્ડ પણ નજીકમાં જ હોય અપડાઉન કરતી બહેનોને ફ્રીમાં મુસાફરીની સવલત મળશે.

મોરબીની એક માત્ર DMLT કોલેજ જ્યાં પોતાના કેમ્પસમાં જ હાઈ ટેક્નિક મશીનરી સાથેની અત્યાધુનિક ક્લિનિક તથા લેબોરેટરીની સુવિધા છે.જેથી વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ સારી રીતે વિકસી શકે. વિદ્યાર્થીનીઓને પ્રથમ દિવસથી જ ક્લિનિકમાં પ્રેક્ટિસની શરૂઆત કરાવવામાં આવશે. એક જ વર્ષનો કોર્ષ હોવાથી વિદ્યાર્થીનીઓ ઓછા સમયમાં ડિગ્રી મેળવી પગભર થઈ શકે. અહીં ઉચ્ચ લાયકાત ધરાવતી ફેકલ્ટી દ્વારા ટ્રેનિંગ અપાશે. ત્યારપછી કોર્ષ પૂર્ણ થયા બાદ શ્રેષ્ઠ પ્લેસમેન્ટ પણ પુરૂ પાડવામાં આવશે.

B.SC કોર્ષના પણ એડમીશન ઓપન છે. જેમાં F. Y. B.SCમાં એડમિશન લેતી વિદ્યાર્થીનીઓ માટે પહેલા સેમેસ્ટરની ફી 50 ટકા માફ છે. T.Y.B.SCમાં દરેક વિષયમાં સ્પેશિયલાઈઝેશન ધરાવતી મોરબીની આ એકમાત્ર કોલેજમાં બોટની, કેમેસ્ટ્રી, ફિઝિકલ, મેથેમેટિકલ, માઇક્રોબાયોલોજીના વિષય સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકાય છે.

વધુ વિગત માટે મો.નં. 9687931037 અથવા 9313062214 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.