ભલે ને લઠ્ઠાકાંડ થાય અમે તો પીવાના જ ! મોરબી પાલિકાના પ્રાંગણમાં છડે ચોક દેશીની છોળો ઉડી

- text


મોરબી પોલીસના દરરોજ ડઝનબંધ દરોડા છતાં પ્યાસીઓ સુધાવરવાનું નામ નથી લેતા ! વિડીયો વાયરલ

મોરબી : તાજેતરમાં રાજ્યમાં લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત નિપજતા સમગ્ર રાજ્યમાં પોલીસ દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી છે અને મોરબી પોલીસ દ્વારા દરરોજ બેથી ત્રણ ડઝન ધંધાર્થીઓ અને પીધેલાઓ ઉપર કેસ કરવામાં આવે છે છતાં પણ દેશીના પ્યાસીઓ સુધારવાનું નામ લેવાને બદલે હવે ખુલ્લેઆમ દેશીની પોટલી ચૂસી રહ્યા છે. આજે સવારે આવા જ એક કિસ્સામાં મોરબી પાલિકાના પ્રાંગણમાં દેશીનો બંધાણી ખુલ્લેઆમ દેશીની કોથળી પી તો હોય તેવો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મોરબી શહેરમાં અને જિલ્લામાં પોલીસ દ્વારા લઠ્ઠાકાંડ બાદ રીતસર ધોંસ બોલાવવામાં આવી રહી છે અને દરરોજ બેથી ત્રણ ડઝન જેટલા પ્રોહિબિશન એક્ટ મુજબ દારૂ વેચનારા અને પીનાર લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં હેમ નહીં સુધરેંગે જેવી નીતિને અનુસરતા દેશીના બંધાણીઓને પોલીસ કાર્યવાહીથી જરા પણ ડર ન હોય એમ આજે મોરબી પાલિકાના ગ્રાઉન્ડમાં ખુલ્લેઆમ દેશી દારૂની કોથળી ગટગટાવતા હતા. બરાબર આ જ સમયે કોઈએ સમગ્ર ઘટના મોબાઈલ ફોનમાં કેદ કરી બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે.

- text

- text