નિકાહ – શુભલગ્ન ! મોરબીમાં 9મી જૂને હિન્દૂ અને મુસ્લિમ સમાજના સહિયારા સમુહલગ્નનું અનેરું આયોજન 

- text


હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે 24માં સમૂહ લગ્ન

મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 જૂનના રોજ મોરબી ખાતે કોમી એકતાના દર્શન થશે. મોરબીમાં હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના સહિયારા સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 102 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે.

મોરબીમાં વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વ ધર્મ સન્માન સાથે સર્વ સમાજમાં લોકપ્રિય સૈયદ હાજી એમદ હુસેન મીયા કાદરી દ્વારા શરૂ કરવામાં આવેલા સમૂહ લગ્નનું આયોજન છેલ્લા 23 વર્ષથી રાબેતા મુજબ ચાલી રહ્યું છે. જેમાં 51 હિન્દુ 51 મુસ્લિમ એમ કુલ 102 જીવનસાથી નવા જીવનની શરૂઆત એક જ મંડપ નીચે કલમાં પઢી નિકાહ કરે છે અને હિન્દુ વિધિના મંત્રો સાથે મંગળફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાય છે, સાધુ સંતો ફકીરોની હાજરીમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે. રાજકીય, સામાજિક સહિત સંસ્થાઓના આગેવાનો વગેરે વગેરે માહાનુભવો આ કોમી એકતાના ઉદાહરણ ભાગરૂપે યોજાતા આ સમૂહ લગ્નમાં મોટાભાગે હાજરી આપતા હોય છે. ત્યારે આગામી તારીખ 9 જૂન ને રવિવારના રોજ હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા 24માં સમૂહ લગ્નનું આયોજન કરાયું છે.

- text

સમૂહ લગ્નોત્સવને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં જરૂરિયાતમંદ દુલ્હા-દુલ્હન, વર-કન્યા સમયસર તેમના લગ્ન અંતર્ગત ફોર્મ મેળવી સમયસર જમા કરાવી દે તેમ બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા જણાવ્યું છે. ફોર્મ મેળવવા માટે 1) ઈકબાલભાઈ હુસેનભાઇ રાઠોડ, હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ, સિપાઈ વાસ મોબાઈલ નંબર 9173492327 2) બચુભાઈ ચાનીયા, અયોધ્યાપુરી મેઇન રોડ, મોરબી મોબાઈલ નંબર 9825645844, 3) મહેશભાઈ, હોટલ ડિલક્સ, નહેરુગેટ પાસે, કે.બે.બેકરીની બાજુમાં, મોરબી મોબાઈલ નંબર 9879310595, 4) વિમલભાઈ દખતરી એરવોઈઝ, ગ્રીન ચોક, મોરબી મોબાઈલ નંબર 8000000181 પર સંપર્ક કરી વધુ વિગત પ્રાપ્ત કરી આ કોમી એકતાના સમૂહ લગ્નમાં સહભાગી થવા સંસ્થાના આયોજકો દ્વારા જણાવ્યું છે.

- text