જાયે તો જાયે કહા !પાલિકા કે પંચાયતે હાથ ન ઝાલતા કાંતિનગર 20 વર્ષથી ધણી ધોરી વગરનું

- text


હદને કારણે તંત્રએ હદ વટાવી, વર્ષોથી કાંતિનગર સુવિધાઓ વિહોણું : સુવિધાઓ ઝંખતા સ્થાનિકોએ ડીડીઓ સમક્ષ કાંતિનગરનો ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા રજુઆત કરી

મોરબી : મોરબીના છેવાડે બી ડિવિઝન પોલીસ મથક સામે નેશનલ હાઇવે ઉપર આવેલ કાંતિનગર વિસ્તાર 20 વર્ષથી ધણી ધોરી વગરનો છે. કારણ કે આ વિસ્તાર નગરપાલિકામાં કે નજીકના ગ્રામ પંચાયતમાં આવતો ન હોવાથી ધણી ધોરી વગરનો આ વિસ્તાર વર્ષોથી સુવિધાઓ વિહોણો છે. આથી આજે સ્થાનિક રહીશો ડીડીઓ પાસે ધસી જઈને તેમના વિસ્તારમાં લોકોની સુખાકારી માટે તે વિસ્તારને ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવાની માંગ કરી હતી.

કાંતિનગરના રહીશોએ ડીડીઓ કચેરીમાં દોડી જઈને આ અધિકારી સમક્ષ આવેદન આપીને તેમના વિસ્તારમાં 20 વર્ષથી કોઈ કામ જ થયા ન હોવાની વ્યથા રજૂ કરી હતી. આ લોકોએ જણાવ્યું હતું કે, શહેરના છેવાડે 20 વર્ષ પહેલાં 700 મકાનો ધરાવતો કાંતિનગર વિસ્તાર બન્યો છે.ત્યારથી જ વિસ્તારમાં નથી નગરપાલિકામાં આવતો કે નથી ગ્રામ પંચાયતમાં આવતો. જો કે કાંતિનગરના લોકોને તંત્રએ સુવિધા માટે નહીં માટે મત માટે ઉપયોગ કર્યો છે. જેમાં એકાદ બે વખત નગરપાલિકામાં અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વોટિંગ કર્યું છે. પણ સુવિધાઓ આપવા માટે આજ દિવસ સુધી આ વિસ્તારનો નગરપાલિકામાં કે ગ્રામ પંચાયતમાં સમાવેશ કરાયો નથી. તેથી આ વિસ્તાર વર્ષોથી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.

- text

આ માટે રજુઆત કરવા પણ જાય તો ક્યાં જાય? તંત્ર માત્ર મતદાન વખતે જે તે વિસ્તારમાં ભેળવીને તેમનો મત માટે જ ઉપયોગ કરીને સુવિધાઓથી દુર રાખીને દુવિધાઓ વચ્ચે જીવવા મજબુર કરી દીધા છે. આથી કાંતિનગરની નવી ગ્રામ પંચાયત બનાવવા કે નજીકના ગ્રામ પંચાયતમાં ભેળવવાની માંગ કરી છે. આ બાબતે ડીડીઓએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.

- text