મોરબીના રાજપર ખાતે માજી સૈનિકોનું સંમેલન યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લાના તમામ માજી સૈનિકો માટે જામનગર બ્રિગેડ તરફથી મોરબીના રાજપર મુકામે સંમેલન અને બડા ખાના તથા વેપન મેળાનું તથા બેન્ડ ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના તમામ માજી સૈનિકોને માટે તા.7/8/2022 ના રવિવારે મોરબીના રાજપર ગૌશાળા પાસેથી પટેલ સમાજની વાડી ખાતે જામનગર બ્રિગેડ તરફથી રાજપર મુકામે સંમેલન અને બડા ખાના તથા વેપન મેળાનું તથા બેન્ડ ડિસ્પ્લે યોજાશે. આ કાર્યક્રમ સવારે 9:30 થી 1:30 વાગ્યા સુધી રાખેલ છે. ફેમિલી સાથે આવાનું ફરજિયાત છે. આ સંમેલન જામનગર બ્રિગેડ તરફથી હોવાથી આપણા વેફરના જે.જે પરેશાની છે તેની રજૂઆત કરવામાં આવશે તો વધારેમાં વધારે પરિવાર સાથે હાજરી આપવા અશોકસિંહની યાદીમાં જણાવાયું છે.

- text

- text