જાણો આ વખતે રક્ષાબંધન અને જનોઈ બદલાવવાના શ્રેષ્ઠ મુહૂર્ત

- text


શ્રાવણમાસ શરૂ થતાની સાથે જ બધાના મનમાં એક પ્રશ્ન રહે છે કે આ વખતે જનોઈ ક્યારે બદલાવાની અને રાખડી ક્યારે, ક્યાં સમયમાં બાંધવી?

બ્રાહ્મણો માટે ભૂદેવો માટે શ્રાવણી એટલે (યજ્ઞોપવિત ઉપાકર્મ) બ્રાહ્મણોની દિવાળી ગણાય છે. શ્રાવણી શ્રવણ નક્ષત્રમાં કરવી એ જ શ્રેષ્ઠ ગણાય છે. આ વર્ષે સં ૨૦૭૮ ને શ્રાવણ સુદ ૧૪/૧૫ ગુરુવાર તા ૧૧/૮/૨૨ ના રોજ યજ્ઞોપવિત બદલાવવા માટેનું ઉત્તમ અને શ્રેષ્ઠ મુહૂર્ત છે.

તા.૧૧/૮/૨૨ ગુરુવાર સવારે ૬:૫૩થી શ્રવણ નક્ષત્ર આવે છે અને પૂનમ સવારે ૧૦:૩૯ થી શરૂ થાય છે એટલે યજ્ઞોપવિત બદલવા માટે તા.૧૧/૮/૨૨ ગુરુવાર શ્રેષ્ઠ છે. યજ્ઞોપવિત બદલવામાં ભદ્રાનો કોઈપણ પ્રકારનો દોષ રહેતો નથી. ધર્મસિંધુ કે નિર્ણયસિંધુમાં આવું કોઈ પ્રમાણ આપવામાં આવ્યું નથી.

ધર્મસિંધુમાં રક્ષાબંધન (રાખડી બાંધવા માટે) ભદ્રા યુક્ત હોય તો ન કરવું.
શ્રવણ નક્ષત્ર સવારથી જ શરૂ થતું હોવાથી યજ્ઞોપવિત ઉપાકર્મ મધ્યાન સંધ્યા બાદ જ શ્રેષ્ઠ રહે છે. જેથી સવારે ૧૦:૩૯ પછીથી હેમાદ્રી ગણપતિ પૂજન આદિકર્મોની અંદર સમય જાય. જેથી ૦૯:૩૭ સવારથી શુક્રની શુભહોરા ચાલુ થઈ જાય છે. જે શુક્ર, બુધ અને ચંદ્ર ત્રણે હોરા ૧૨:૫૨ તેમજ અભિજિત મુહૂર્ત ૦૧:૧૮ સુધી છે. જેથી આ ગાળા દરમિયાન યજ્ઞોપવિત બદલવી સર્વ શ્રેષ્ઠ રહેશે.

- text

રાખડી બાંધવા માટેના મુહૂર્ત હોરા ૧૦:૪૨ થી ૧:૧૮ બુધ, ચંદ્ર હોરા સાથે અભિજિત મુહૂર્ત

બપોરે ૧૨:૨૬ થી ૧:૧૮ સુધી અભિજિત મુહૂર્તમાં રાખડી બાંધી શકાય

તેમજ વિજય મુહૂર્ત બપોરે ૩:૦૨ થી ૩:૫૪ સુધી ત્યારબાદ સાંજે ૮:૫૧ થી ૯:૫૪ રાત્રે રક્ષાબંધન માટે શ્રેષ્ઠ રહેશે.

– જ્યોતિષાચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા (ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી મોરબીમાં કાશીના એકમાત્ર વિદ્વાન) જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય
M. A. સંસ્કૃત
(૯૪૨૬૯૭૩૮૧૯)
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં

- text