રેસિપી અપડેટ : ઉપવાસમાં ખાઓ ફરાળી થેપલા

- text


મોરબી : શ્રાવણ મહિનામાં અનેક લોકો ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે તમે પણ આ દિવસોમાં ઉપવાસ કરી રહ્યા છો, તો આજે અમે તમારા માટે એક મસ્ત વાનગી લઈને આવ્યા છીએ. આ ફરાળી વાનગી એટલે ફરાળી થેપલા. જે તમે દહીં સાથે ખાશો તો બહુ જ મજા આવશે અને આખો દિવસ ભૂખ પણ નહીં લાગે, તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ ફરાળી થેપલા…


સામગ્રી:-

ફરાળી લોટ
રાજગરાનો લોટ
છીણેલી દૂધી
હળદર
લાલ મરચું
મીઠું
લીલા મરચાની પેસ્ટ
તેલ
દહીં અથવા લીંબુનો રસ
અટામણ માટે ફરાળી લોટ
ખાંડ


બનાવવાની રીત:-

ફરાળી થેપલા બનાવવા માટે સૌ પ્રથમ દૂધીને ધોઇને એની છાલ કાઢી લો. ત્યારબાદ આ દૂધીને છીણીમાં છીણી લો. હવે એક મોટો બાઉલ લો અને એમાં રાજગરાનો અને ફરાળી લોટ મિક્સ કરો.

ત્યારબાદ આ લોટમાં મીઠું, મરચુ, હળદર, ખાંડ અને લીલા મરચાની પેસ્ટ નાંખો. હવે લોટમાં છીણેલી દૂધી નાંખો અને બરાબર મિક્સ કરી લો. પછી આમાં ચોખ્ખુ તેલ મોણ માટે નાંખો.

- text

હવે આ લોટને દહીંથી બાંધો, જો તમારા ઘરમાં દહીં નથી તો તમે લીંબુનો રસ પણ નાંખી શકો છો. લોટ તમારે બહુ ઢીલો બાંધવાનો નથી. લોટ બંધાઇ જાય એટલે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. જો તમે લોટ બાંધીને તરત થેપલા કરો છો તો એમાં એટલો ટેસ્ટ આવતો નથી અને સોફ્ટ પણ થતા નથી.

હવે આ લોટમાંથી મિડીયમ સાઇઝના ગુલ્લા કરી દો. આ બધી પ્રોસેસ થઇ જાય પછી તવી ગરમ કરવા માટે મુકો. હવે ગુલ્લામાંથી થેપલા વણી લો અને તવી પર મુકો. ફરાળી લોટનું અટામણ લેવું.

એક બાજુથી થઇ જાય એટલે એમાં તેલ નાંખો અને બીજી બાજુ થવા દો. બન્ને સાઇડ બ્રાઉન રંગના થાય એટલે એક પ્લેટમાં લઇ લો. તો તૈયાર છે ફરાળી થેપલા.

આ થેપલા સાથે દહીં ખાવાની બહુ મજા આવે છે. આ થેપલાથી તમારું પેટ ભરાઇ જાય છે અને આખો દિવસ એનર્જી પણ રહે છે.


- text