મોરબીમાં ઇ – ફરિયાદ નોંધાવાનું શરૂ ! બાઇક ચોરીની પ્રથમ ઓનલાઇન ફરિયાદ નોંધાઈ

- text


મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વાહન ચોરી સહિતના કિસ્સાઓમાં ભોગ બનનાર ઓનલાઇન પોર્ટલ ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે ઇ – ફરિયાદ નોંધવાની સિસ્ટમ અમલી બનાવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે આવી પ્રથમ ફરિયાદ નોંધાઈ છે.

- text

મોરબી તાલુકા પોલીસ મથકના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળા પાછળ રહેતા મયુરભાઇ પોપટભાઇ માવદીયાનું રૂપિયા 25 હજારની કિંમતનું હીરો ડિલક્સ બાઇક ગત તા.9જૂનના રોજ ચોરાઈ ગયા બાદ ગઈકાલે પોર્ટલ ઉપર ઓનલાઇન ઇ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ આઈપીસી કલમ 379 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text