વાંકાનેરમાં ચકલા, પોપટનો જુગાર રમાડતા બે ઝડપાયા

- text


વાંકાનેર : શ્રાવણ માસ નજીક આવતા જ વિવિધ જુગારની મોસમ ખીલી ઉઠતા પોલીસ પણ સતર્ક બની જુગારીઓ ઉપર કડકાઇથી કાર્યવાહી કરી રહી છે છતાં પણ જુગારીઓ સુધારવાનું નામ લેતા નથી તેવામાં ગઈકાલે વાંકાનેર પોલીસે ચકલા, પોપટનો જુગાર રમતા, રમાડતા બે શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે આરોગ્યનગર ચોકમાં દરોડો પાડી જાહેરમાં બેસી જુદા જુદા ચિત્રોના બે બેનરો ઉપર પૈસાની લેતી દેતી કરી ચકલા પોપટનો જુગાર રમી રમાડતા અજયસિંહ વનરાજસિંહ ઝાલા, રહે.વાંકાનેર ગોકુલનગર વિજયપાન વાળી શેરી અને રવિભાઈ જગદીશભાઈ શંખેસરીયા, રહે.વાંકાનેર વેલનાથપરા શેરી નં-૬ વાળાને રોકડા રૂપિયા 14,370 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text