રેસિપી અપડેટ : ગૌરીવ્રત માટે ઘરે જ બનાવો શક્તિવર્ધક ડ્રાયફ્રુટ ચીકી

- text


હાલ ગૌરી વ્રતના ઉપવાસ ચાલી રહ્યા છે. ત્યારે દરેક છોકરીઓ મીઠા વગરનો ખોરાક ખાતી હોય છે. આ વ્રતના દિવસોમાં ફળો ઉપરાંત હેલ્ધી ખોરાક ખાવો પણ જરૂરી છે. આ ઉપવાસ નાની છોકરીઓ પણ હવે કરતી હોય છે. જો કે ગૌરી વ્રતના ઉપવાસમાં મીઠા વગરનો ખોરાક ખાવાથી સ્ટેમીના જલદી લો થઇ જાય છે. તો આજે અમે તમને એક એવી વાનગી શીખવાડીશું જે તમે તમારી દીકરીને બનાવીને ખવડાવશો તો આખો દિવસ એનર્જી રહેશે અને પેટ પણ ભરાઇ જશે. આ રેસિપી એટલે શક્તિવર્ધક ડ્રાયફ્રુટ ચીકી. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ઘરમાં બધાને ભાવે એવી સોફ્ટ ડ્રાયફ્રૂટ ચિક્કી…


સામગ્રી:-

સિંગદાણા
કાજુ
બદામ
અખરોટ
ચારોળી
ગોળ
ખાંડ
ચોખ્ખુ ઘી
ઇલાયચી
કેસર


બનાવવાની રીત:-

ડ્રાયફ્રૂટ ચિક્કી બનાવવા માટે બદામ, કાજુ, સિંગદાણા, ચારોળીને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો. ખાસ ધ્યાન એ રાખો કે સિંગના ફોતરા કાઢીને સિંગ ક્રશ કરવાની રહેશે. જો તમે ફોતરા કાઢ્યા વગર ક્રશ કરશો તો કલર અને ટેસ્ટ બન્ને બદલાઇ જશે.

- text

હવે એક પેન લો અને એમાં ઘી કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં ગોળ નાંખો. ગોળ પીગળવા લાગે એટલે એમાં ડ્રાયફ્રૂટ્સનો ભુકો એડ કરો અને સતત હલાવતા રહો.

ત્યારબાદ આમાં બેથી ત્રણ ચમચી તમારા ટેસ્ટ મુજબ ખાંડ નાંખો. ખાંડ થોડી ઓગળી જાય એટલે કેસર અને ઇલાયચી પાઉડર નાંખો અને સતત હલાવતા રહો.

હવે ગેસ બંધ કરી દો. આ ચિક્કીને હવે એક પ્લેટ લો અને એમાં નીચે ઘી લગાવો. ત્યારબાદ આ પ્લેટમાં પાથરો અને કટ કરી લો. તો તૈયાર છે મસ્ત ગરમા-ગરમ ડ્રાયફ્રૂટ્સ ચિક્કી.

તમે ઇચ્છો છો તો આના લાડુ પણ બનાવીને ખાઇ શકો છો.

ચિક્કી બનાવતા સમયે ખાસ ધ્યાન એ રાખો કે તમારે બધી જ પ્રોસેસ ધીમા ગેસે કરવાની રહેશે. જો તમે ફાસ્ટ ગેસે કરશો તો ચિક્કી દાઝી જશે અને ખાવાની પણ મજા નહિં આવે.

દિવસમાં એકથી બે ટુકડા ખાવાથી આખા દિવસની એનર્જી રહે છે.


- text