હળવદના મંગળપુર નજીક 70 જેટલા હોલાના મોત

- text


 

સીમમાં ઝેરી દવા ખાવાથી પક્ષીઓના મોત થયાની આશંકા

હળવદ : હળવદના મંગળપુર નજીક અંદાજે 70 જેટલા હોલાના મોત થયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સીમમાં ઝેરી દવા ખાવાથી આ પક્ષીઓના મોત નિપજ્યા હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે.

- text

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદના મંગળપુર અને વેગડવાવની સીમ વચ્ચે અસંખ્ય હોલાના મોત નિપજ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અંદાજે 70 જેટલા મૃતદેહો જોવા મળ્યા છે.વાડી વિસ્તારમાં ઝેરી દવા નાખવામાં આવી હોય, જે ખાવામા આવી હોવાથી આ હોલાનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ મોટી સંખ્યામાં પક્ષીઓના મોતને કારણે પક્ષીપ્રેમીઓમા રોષ જોવા મળી રહ્યો છે.

- text