ગુરુ દત્તાત્રેય મંદિર સામે વોકળામાં દીવાલ તોડવા અને ગંદકી મામલે વૈધ સભાની તંત્રને રજૂઆત

- text


 

મોરબી: શનાળા રોડ પર આવેલા ગુરુ દત્તાત્રેય મંદિર સામેના વોકળામાં ચોમાસામાં દર વર્ષે દિવાલ તોડવામાં આવે છે અને ગંદકી થાય છે. આ મામલે મોરબી વૈદ્ય સભા દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

વૈદ્ય સભા મોરબી દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુ દત્તાત્રેય મંદિર સામે આવેલા વોકળામાં વારંવાર વર્ષોથી દિવાલ બાંધવામાં આવે છે અને ચોમાસુ આવે ત્યારે આ દીવાલ તોડી પાડવામાં આવે છે જેથી ગંદકી થાય છે અને સરકારના રૂપિયાનો બગાડ થાય છે. મોરબી વૈદ્ય સભાનું કહેવું છે કે, વારંવાર દિવાલ બાંધે છે અને દીવાલ તોડે છે તેના બદલે ત્યાં જ સ્લેબ ભરીને પાણીના નિકાલ માટેની જગ્યા રાખવામાં આવે તો આ પ્રશ્ન હલ થઇ શકે તેમ છે. આ સાથે જ આજુબાજુ મુતરડી ન હોવાથી તેની પણ સગવડ થઈ શકે છે અને પાર્કિંગની પણ સુવિધા થાય તેમ છે. વારંવાર આવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને શનાળા મેઇન રોડ પર સતત ટ્રાફિક રહે છે, છતાં જવાબદાર વહીવટી તંત્ર નક્કર અને અસરકારક પગલાં લેતું નથી. જેથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા લોકો વતી મોરબી વૈદ્ય સભાએ રજુઆત કરી છે.

 

- text